Admission Process

  • Home
  • Admission Process

પ્રવેશ પ્રક્રિયા

પ્રવેશ પ્રક્રિયા, એડમિશન લાયકાત અને ફી.

શ્રી પ્રતાપ હાઇસ્કૂલ , વાંસદા, નવસારી, ગુજરાત..

આપ અમારી શાળાની મુલાકાત લેવા ઇચ્છતા હોવ તો આપનું હાર્દિક સ્વાગત છે. શાળાના શૈક્ષણિક કાર્ય દિવસમાં કોઈપણ વાલીમિત્રો નિયામકશ્રીને, આચાર્યશ્રીને અને શિક્ષકોને મળી શકે છે.

  • ફોન નંબર:
    ૦૨૬૩૦ ૨૨૨૨૫૭
  • સ્થળ :
    શ્રી પ્રતાપ હાઇસ્કૂલ , વાંસદા, નવસારી, ગુજરાત.

કોઈપણ ધોરણમાં પ્રવેશ મેળવવા નીચેના બાબતો ધ્યાનમાં લેવા વિનંતી :

  • જૂનિયર અને સિન. કે.જી. ના વિદ્યાર્થીઓની મોક ટેસ્ટ શિક્ષકો દ્વારા લેવાશે.
  • વિદ્યાર્થીઓને મૂલ્યાંકન કસોટીના આધારે પ્રવેશ આપવામાં આવશે.
  • તમામ ઔપચારિકતાઓ અને પ્રવેશ કાર્યવાહી બાળકના માતા-પિતા દ્વારા પૂર્ણ થવી જોઈએ.
  • પ્રથમ સત્રની ફી એડમિશન સમયે જ આપવાની રહેશે.
  • પ્રવેશ માટેની પ્રક્રિયા શાળાના શૈક્ષણિક કાર્ય દરમિયાન શાળાના કાર્યાલય પર કરવાની રહેશે.

પ્રવેશ ફોર્મ્સ નીચેના દસ્તાવેજો સાથે સુપરત કરવા:

  • 1. જન્મનું પ્રમાણપત્ર - ઓરીજનલ અને ઝેરોક્ષ.
  • 2. બાળકના 4 પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ્સ.
  • 3. માતાના 4 પાસપોર્ટ સાઇઝ ફોટા, પિતાના 4 પાસપોર્ટ સાઇઝ ફોટા અથવા ગાર્ડિયનના 4 પાસપોર્ટ સાઇઝના ફોટા.
  • 4. શાળા છોડયાનું પ્રમાણપત્ર (પહેલાની શાળાનું).
  • 5. છેલ્લો રિપોર્ટ કાર્ડ (પરિણામ)

પ્રવેશ પ્રક્રિયાના માપદંડ:

જુનિયર કે.જી.માં કે અન્ય મોટા ધોરણોમાં પ્રવેશ મેળવવાની પ્રક્રિયા સંલગ્ન સરકારી સંસ્થા દ્વારા સૂચિત ધોરણોને આધારે કરવામાં આવશે.